મોરબીના ટંકારામાં અઢી ઈંચથી વધુ વરસાદ 

- text


ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 66 તાલુકાઓમાં વરસાદ 

મોરબી : હવામાન વિભાગની આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે બુધવારે રાજ્યના 66 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસ્યો હતો સાથે જ જૂનાગઢ અને મોરબીના ટંકારામાં અઢી ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા મુજબ બુધવારે રાજ્યના 66 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં ગીર સોમનાથના કોડીનારમાં 78 મીમી, જૂનાગઢમાં 71 મીમી,મોરબીના ટંકારામાં 69મીમી,રાજકોટના ગોંડલમાં 67મીમી,જેતપુરમાં 49 મીમી,બનાસકાંઠાના દાંતામાં 58 મીમી, સુત્રાપાડામાં મીમી, પાટણ વેરાવળમાં 32 મીમી, જામનગરના કાલાવડમાં 42 મીમી,મેંદરડામાં 42 મીમી, સાબરકાંઠાના ઇડરમાં 31મીમી, મોરવા હડફમાં 29 મીમી, સુરતના ઉમરપાડામાં 29મીમી, જૂનાગઢના માંગરોળમાં 28 મીમી, બનાસકાંઠાના દિયોદરમાં 20મીમી, જૂનાગઢના વંથલીમાં 20 મીમી, અને માળીયા હાટીના અને તાલાળામાં 20 મીમી વરસાદ નોંધાયો હતો.

- text

- text