મોરબીની ગૌશાળા પ્રા. શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

- text


આંગણવાડીના ૮ બાળકોને યુનિફોર્મ તેમજ બાલવાટિકાના ૩૦ અને ધોરણ ૧ના ૩૧ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળા પ્રવેશ કરાવાયો

મોરબી : મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે CDPO મયુરીબેન, Crc. Co. રીકિતભાઈ વિડજા, SMC અધ્યક્ષ જતિનભાઈ વામજાએ ઉપસ્થિત રહી આંગણવાડીના ૮ બાળકોને યુનિફોર્મ, બાલવાટિકાના ૩૦ બાળકો અને ધોરણ ૧ ના ૩૧ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરણ ૩ થી ૮ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓનું શિલ્ડ દ્વારા CET, જ્ઞાન સાધના, NMMS પરીક્ષામાં મેરીટમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓ અને ગત વર્ષે શાળામાં સૌથી વધુ હાજરી આપનાર વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

શિલ્ડના દાતા Q.MAT CERAMIC ના ચિરાગભાઈ ગામી, લંચબૉકસના દાતા વિનુભાઈ ગોવિંદભાઈ સનાડીયા, 500 નંગ નોટબુકના દાતા સંજયભાઈ ગણેશભાઈ પરમાર અને નાસ્તાના દાતા જતીનભાઈ વામજાનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

શાબ્દિક સ્વાગત ગૌરવભાઈ ચંદ્રાસલાએ કર્યું હતું. વિદ્યાર્થિનીઓએ અભિનય સાથે પ્રાર્થના રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ અમૃતવચન રજૂ કર્યા હતા. CDPO મયુરીબેને પ્રસંગોચિત કન્યા કેળવણીના મહત્ત્વ અંગે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. આભારવિધિ આચાર્ય જલ્પેશભાઈ વાઘેલાએ કરી હતી. રાષ્ટ્રગાન બાદ મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થિનીઓ તપસ્વિની પરમાર, માનવી ચાવડા અને શિક્ષક સંજય બાપોદરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય જલ્પેશભાઈ વાઘેલા, ઉષાબેન ઝાલરિયા, પ્રફુલ્લભાઈ ફેફર, કાંતિલાલ જાદવ, ગૌરવભાઈ ચંદ્રાસલા, શિલ્પાબેન કાલરિયા, ચિરાગભાઈ ગામી, અશોકભાઈ ફેફર, મનીષાબેન રાજપરા, યાજ્ઞિકભાઈ કાવર, પારુલબેન કુંભરવાડિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text