Morbi : દરબારગઢ થી નગર દરવાજા અને જુના બસ સ્ટેન્ડ સુધી નવો રોડ બનાવવા રજૂઆત

- text


નેતાઓ ચૂંટણી વખતે લોલીપોપ જ આપતા હોવાનો સામાજિક કાર્યકરોનો આરોપ

મોરબી : મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર, કલેક્ટર અને ધારાસભ્યને લેખિત અરજી કરીને મોરબીમાં આવેલા દરબારગઢ થી નગર દરવાજા સુધી તથા નગર દરવાજાથી જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ સંપૂર્ણ નાશ પામ્યો હોય નવો રોડ બનાવવા રજૂઆત કરી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીસભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા, ચિરાગભાઈ સેતા અને મુશાભાઈ બ્લોચ દ્વારા ચીફ ઓફિસર, વહીવટદાર, કલેક્ટર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, દરબારગઢથી નગર દરવાજા સુધી તથા નગર દરવાજાથી જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ સંપૂર્ણ નાશ પામ્યો છે તેથી નવો રોડ બનાવવામાં આવે. સાથે જ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને પણ પોતાનું જૂનું વચન યાદ અપાવીને તાત્કાલિક આ બાબતે રસ લઈ બિસમાર બની ગયેલા આ રોડનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. પૂર્વ કાઉન્સિલર અનીલભાઈ મહેતાએ પણ ચૂંટણી વખતે દરબારગઢથી ગ્રીન ચોક સુધી આરસ પાણાનો રોડ બનાવી દેવાની વાત કહી હોય તાત્કાલિક આ રોડ નવો બનાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. સાથે જ જણાવાયું છે કે, ખરાબ રોડના કારણે વાહનો સ્લીપ થઈ જાય છે અને લોકોને ગંભીર ઈજાઓ પહોંચે છે. ધાર્મિક તહેવારો નજીક આવી રહ્યો હોય તાત્કાલિક આ રોડનું કામ ચાલુ કરવામાં આવે તેવી જનતાની માગણી અને લાગણી હોવાની સામાજિક કાર્યકરોએ રજૂઆત કરી છે.

- text

- text