ટંકારામાં મેઘરાજાની સટાસટી : કલ્યાણપરમા વીજળી પડી 

- text


ટંકારા : રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે બુધવારે બપોરના સમયે ટંકારામાં ગાજવીજ સાથે ભારે વરસાદી ઝાપટું વરસ્યું હતું અને કલ્યાણપરમા એક રહેણાંક ઉપર વીજળી પડતા મકાનની છતની લાદી તૂટી જવા પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ બુધવારે બપોરના સમયે વાતાવરણમાં અચાનક બદલાવ સાથે ટંકારા પંથકમા મેઘરાજાએ સટાસટી બોલવતા અનેક ગામોમાં વરસાદ વવરસ્યો હતો. બીજી તરફ ટંકારાનાં કલ્યાણપર ગામે રહેતા ભાવેશભાઈ ઊજરિયાના ધરની છત ઉપર ફિટ કરવામાં આવેલ સોલાર વોટર સિસ્ટમ પર વિજળી પડતા ટાઇલ્સ તૂટી જવા પામી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

- text

- text