ધરમપૂર, નવા ધરમપૂર અને અમરેલીની શાળાનો સંયુકત પ્રવેશોત્સવ ઉજવાયો 

- text


મોરબી : ધરમપૂર, નવા ધરમપૂર અને અમરેલી આમ ત્રણેય ગામની પ્રાથમિક શાળાનો સયુંકત શાળા પ્રવેશોત્સવ ધરમપુર ખાતે યોજવામાં આવેલ હતો.

પ્રવેશોત્સવ નિમિતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1ના કુલ 53 જેટલાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રવેશોત્સવ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી , મેડિકલ ઓફિસર જીગ્નેશ પંચાસરા, મોડેલ સ્કૂલ હળવદના આચાર્ય અલ્તાફભાઈ ખોરજીયા અને સી. આર. સી. ભરતભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા ત્રણેય શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text