માળિયા (મિ.)ના બગસરા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

- text


માળિયા (મિ.) : તાલુકાની બગસરા પ્રાથમિક શાળામાં આજ રોજ પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાલવાટિકામાં 13 અને ધોરણ 1માં 3 એમ કૂલ 16 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

શાળા પ્રવેશોત્સવ પ્રસંગે મેડિકલ ઓફિસર ડો. કૃણાલભાઈ, BRC ભવન માળિયાના ભગીરથસિંહ એન. જાડેજા, PHC સરવડના જુલીબેન મકવાણા, બગસરા ગામના સરપંચ ગૌરીબેન નાગજીભાઈ પીપળીયા તથા ઉપસરપંચ જલ્પાબેન જયેશભાઈ વાઘેલા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય દીપકભાઈ તથા સ્ટાફ દ્વારા બાળકોને પુસ્તકો, નોટબુક, કંપાસ તેમજ કીટ આપવામાં આવ્યા હતા અને પ્રવેશ પામેલા બાળકોને દેવ સોલ્ટ પ્રા.લી તરફથી સ્કૂલ બેગ આપવામાં આવી હતી.

- text

- text