મોરબી પાલિકાનું નિર્ભર તંત્ર ! બાપા સીતારામ ચોકમાં જીવલેણ ખાડો લોકોએ બુર્યો 

- text


રવાપર રોડ ઉપર રોડના કામને કારણે ડમ્પર વોંકળામાં ખાબક્યા બાદ લાપરવાહ પાલિકાને ખાડો પુરવાનું ન સુજ્યું 

મોરબી : મોરબીની નીંભર પાલિકા તંત્રને ગેંડા જેવી જાડી ચામડીનું કહેવું જરા પણ અયોગ્ય નથી ! શહેરના રવાપર રોડના કામ દરમિયાન ઓવરલોડેડ ડમ્પર વોંકળામાં ખાબક્યા બાદ અહીં જીવલેણ ખાડો પડી ગયો હોવાં છતાં પાલિકાતંત્રને જાણે કોઈ માનવબલી ચડાવવાની રાહમાં હોય તે રીતે આ ખાડો ન બુરતા અંતે સ્થાનિક વેપારીઓએ આ ખાડો પુરી પાલિકાનું નાક વાઢી લીધું છે.

મોરબીના બાપા સીતારામ ચોક પાસે ગત તા.4 જૂનના રોજ સાંજના સમયે ઓવર લોડ ટ્રક વોકળા ઉપરથી પસાર થતા વોકળાનો સ્લેબ ધરાશાયી થઇ જતા ટ્રકવોંકળામાં ખાબક્યો હતો સાથે જ આ સમયે નજીકથી પસાર થતી એક્ટિવ ચાલક યુવતી ઈજાગ્રસ્ત થઇ હતી. આ ઘટના બન્યાને 20 દિવસ થયા છતાં જવાબદાર પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા અને ઉપરથી ત્યાં રોડનું કામ ચાલુ હોવાથી ચાલવા માટે એક માત્ર રસ્તો હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી હોવાંથી સ્થાનિક વેપારીઓએ બુધવારે રોડના કોન્ટ્રાકટરની મદદથી ત્યાં સ્લેબ ભરવાની કાર્યવાહી હાથ ધરી મોરબી પાલિકાના ગેંડા જેવી જાડી ચામડી ધરાવતા અધિકારીઓનું નાક કાપી લીધું હતું. જો કે, સવાલ એ ઉઠે છે કે, પ્રજા પાસેથી વેરા ઉઘરાવવા છતાં પાલિકા પ્રજાનું જ કામ કરવામાં આલ આવતા હોય આગંભીર બેદરકારી મામલે જાગતા ધારાસભ્યએ પણ મેદાને આવવું જોઈએ.

- text

- text