મોરબીના પીલુડી ગામે નબળી ગુણવત્તાવાળું નવું નાલુ તોડી ફરીથી બનાવાશે

- text


સિંચાઈ સમિતિના ચેરમેને નાલુ સરખું બનાવવા કોન્ટ્રાકટર અને અધિકારીઓને તાકીદ કરી 

મોરબી : મોરબીના નેશનલ હાઇવે થી પીલુડીનો અંદાજે 4 કિમિનો રસ્તો ઘણા સમય બાદ બની રહ્યો છે. ત્યારે હાઇવે થી 200 મીટર દૂર 10 દિવસ પહેલા નવું બનેલું નાલુ નબળી ગુણવતાવાળું બનતા હવે તેને તોડી પાડી ફરીથી નાલુ બનાવવામાં આવશે.

સ્થાનિક ગ્રામજનો અને પીલુડીના ગ્રામ પંચાયતે ડીડીઓને લેખિત રજૂઆત કરી ગુણવતાવાળો રસ્તો બનાવવા માંગ કરી હતી અને સિંચાઈ સમિતિના ચેરમેન અજય લોરિયાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરી નબળું કામ નહિ ચલાવી લેવાની તાકીદ કરી નબળી ગુણવતા વાળું નાલુ તોડી પડાવી ફરીથી ગુણવતા વાળું બનાવવાની સૂચના આપી છે.

- text

- text