ઇન્સ્ટાગ્રામમા પ્રેમ થયા બાદ મુસ્લિમ યુવાન સાથે લગ્ન કરનાર મહિલાને પતિનો ત્રાસ : હળવદમાં ફરિયાદ નોંધાઇ

- text


મૂળ છોટાઉદેપુરની યુવતીએ આગ્રાના યુવાન સાથે લગ્ન કર્યા બાદ પસ્તાવાનો વારો આવ્યો

હળવદ : સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર યુવક – યુવતીના પ્રેમ થવાના અનેક બનાવો વચ્ચે પ્રેમમાં સુખને બદલે તકલીફ પડવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મૂળ છોટા ઉદેપુરની અને હાલમાં હળવદ રહેતી પરિણીત યુવતી વાંકાનેરમાં કડીયા કામે જતી હતી ત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર આગ્રાના વતની મુસ્લિમ યુવાન સાથે પ્રેમ થયા બાદ લગ્ન કરી લેતા હાલમાં આ યુવાને અન્ય યુવતીઓ સાથે ફોનમાં વાતો કરી દોઢ જ વર્ષના લગ્ન જીવનમાં પત્નીને મારકુટ કરી જાનથી મારી નાખવા ધમકી આપતા મામલે હળવદ પોલીસ મથકે પહોંચ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ છોટા ઉદેપુર જિલ્લાની વતની અને હાલમાં હળવદની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં પતિ સાથે ભાડાના મકાનમાં રહેતી જ્યોત્સનાબેન ગમજીભાઈ રાઠવાએ હળવદ પોલીસ મથકમાં મૂળ આગ્રાના વતની એવા પતિ સોહેલ સરફુદીન અબ્બાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે દોઢેક વર્ષ પૂર્વે જ્યોત્સના વાંકાનેર ખાતે રહી કડીયા કામે જતી હતી ત્યારે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી આરોપી સોહેલનો મેસેજ આવ્યો હતો અને બાદમાં જ્યોત્સનાએ મેસેજનો રીપ્લાય આપતા બન્ને વચ્ચે પરિચય થયા બાદ આ પરિચય પ્રેમમાં પરિવર્તિત થયો હતો.

- text

બાદમાં આરોપી સોહેલે. પોતાનો જન્મ દિવસ આવતો હોય આગ્રા આવવાનું કહેતા જ્યોત્સનાએ તેડી જવા કહેતા આરોપી સોહેલ જ્યોત્સનાને આગ્રા લઈ ગયો હતો જ્યાં તેની માતા અને દાદીને મળાવી નિકાહ કરી લીધા હતા. જો કે આગ્રામા સોહેલનો ધંધો બરાબર ન ચાલતા બન્ને હળવદ રહેવા આવી ગયા હતા. વધુમાં જ્યોત્સનાને પતિ સોહેલ અન્ય યુવતીઓ સાથે મોબાઈલમાં વાતો કરી નાની નાની બાબતો અંગે ત્રાસ આપી મારકુટ કરી જાનથી મારી નાખવા ધમકી આપતા મામલો હળવદ પોલીસ મથકે પહોંચતા પરિણીતાની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text