કેન્સરની વિવિધ થેરાપીના નિષ્ણાંત તબીબ દ્વારા શુક્રવારે મોરબીમાં ખાસ ઓપીડીનું આયોજન

 

તમામ પ્રકારની કિમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને આધુનિક ઇમ્યુનોથેરાપીના નિષ્ણાંત ડો. મનોહર ચારીની શ્રેષ્ઠ તબીબી સેવા ઘરઆંગણે : રજિસ્ટ્રેશન ફરજીયાત

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : કેન્સરની વિવિધ થેરાપીના નિષ્ણાંત તબીબ તા.28ને શુક્રવારે મોરબીમાં આવી રહ્યા છે. તેઓ દ્વારા સાંજે ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કેન્સર સંબંધિત બીમારી માટે મોરબીના લોકોને ઘરઆંગણે જ નિદાન અને જરૂરી માર્ગદર્શન મેળવવાની સવલત કરવામાં આવી છે.

અમદાવાદના થલતેજ પાસે એસજી હાઇવે ઉપર ઝાયડ્સ કેન્સર હોસ્પિટલ કાર્યરત છે. ત્યાંના નિષ્ણાંત તબીબ ડો. મનોહર ચારી – MD, DM ( સિનિયર મેડિકલ ઓન્કોલોજીસ્ટ અને હિમેટોલોજીસ્ટ) આગામી તા.28 જૂનને શુક્રવારના રોજ મોરબીના સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે એસબીઆઈ બેંકની બાજુમાં આવેલા એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર એન્ડ લેબોરેટરીમાં સાંજે 4:30 થી 5:30 વાગ્યા સુધી ઓપીડી સેવા આપવાના છે.

ડો. મનોહર ચારી તમામ પ્રકારની કિમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને આધુનિક ઇમ્યુનોથેરાપીના નિષ્ણાંત છે. તેઓ 20 વર્ષ નો અનુભવ ધરાવે છે તથા 1 લાખથી વધુ કિમોથેરેપી આપવાનો અનુભવ ધરાવે છે. તેઓએ 25000 જેટલા કેન્સરના નવા કેસોની સારવાર કરી છે. તેઓ ઓપીડીમાં મોઢા અને ગળાના કેન્સર, ફેફસાના કેન્સર, સ્તન કેન્સર, મગજમાં ગાંઠ, આંતરડા તથા મળમાર્ગના કેન્સર, લીવર-કિડની-પ્રોસ્ટેટ કેન્સર, ગર્ભાશયના મુખ અને અંડાશયના કેન્સર, ચામડી-હાડકાના કેન્સર તથા સારકોમા સહિતની સમસ્યાઓનું સચોટ નિદાન સાથે સારવાર કરશે.

કેન્સરને સંબંધીત બીમારી માટે મોરબીના લોકોને છેક અમદાવાદ કે મુંબઈ સુધી ધક્કા ખાવા પડે છે. પણ અમદાવાદની પ્રખ્યાત ઝાયડ્સ કેન્સર હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબ દર મહિનાના ચોથા શુક્રવારે મોરબી ઓપીડી માટે આવી રહ્યા છે, જેથી મોરબીના લોકોને ઘરઆંગણે જ શ્રેષ્ઠ તબીબી સેવા મળી રહે. આ ઓપીડીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.અને જૂના રિપોર્ટ સાથે રાખવા જરૂરી છે.

ઓપીડી : તા.28 જૂન
સાંજે 4:30 થી 5:30
એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર
રજિસ્ટ્રેશન માટે : ધર્મેશ શાહ
મો.નં. 9879603030