મોરબીમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં આજે 47 વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


મોરબી : મોરબીમાં ધોરણ 12ની પૂરક પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં આજે તારીખ 26-6-2024ના રોજ વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કુલ 47 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.

વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનના પેપરમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં કુલ 188 વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. ગુજરાતી માધ્યમમાં 167 વિદ્યાર્થીઓમાંથી 135 હાજર જ્યારે 32 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા તેમજ અંગ્રેજી માધ્યમમાં કુલ 21 વિદ્યાર્થીઓમાંથી 16 હાજર તો 5 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ સાથે જ સામાન્ય પ્રવાહના અંગ્રેજી વિષયના પેપરમાં અંગ્રેજી માધ્યમના કુલ 160 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી 150 વિદ્યાર્થીઓ હાજર જ્યારે 10 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

- text

- text