ટંકારામાં ધોધમાર 4 ઇંચ, વાંકાનેર અને હળવદમાં એક ઇંચ પણ મોરબી હજુ કોરું ધાકડ

- text


ચાતક નજરે મેઘરાજાની રાહ જોતા મોરબીવાસીઓ

મોરબી : મોરબી જિલ્લાના અમુક મોટાભાગના વિસ્તારોમાં આજે મેઘરાજાની પધરામણી થઈ છે. બસ મોરબી જ આજે કોરું ધાકડ રહ્યું છે. ટંકારામાં તો મેઘરાજાએ ધડબડાટી બોલાવતા 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે મેઘાવી માહોલ જામ્યો છે. ધૂપ છાવ વચ્ચે વરસાદ પડ્યો છે. તેવામાં આજે સવારથી અત્યારે સાંજ સુધીમાં ટંકારામાં ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો છે. જેના કારણે હાલ સાંજના સમયમાં અંધારપટ્ટ સર્જાઈ ગયો છે. બીજી તરફ વીજ પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ટિમો પણ કામે લાગેલી છે.

સાથે વાંકાનેર અને હળવદમાં પણ એક- એક ઇંચ વરસાદ પડ્યો છે. બીજી તરફ માળિયામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. આમ મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે સારો વરસાદ પડ્યો છે. પણ એકલું મોરબી આજે કોરું ધાકડ રહ્યું છે. ત્યારે મોરબીવાસીઓ મેઘરાજાની હાલ ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.


મોરબી જિલ્લા વરસાદ સવારે 6 થી રાત્રીના 8 સુધી 

ટંકારા – 109 MM 

માળીયા મી.- 14 MM 

- text

વાંકાનેર -32 MM 

હળવદ- 25 MM 

મોરબી -1 MM


મોરબી જિલ્લા વરસાદ સાંજે 6 થી રાત્રીના 8 સુધી 

ટંકારા – 40 MM 

માળીયા મી.- 10 MM  

મોરબી- 1 MM


- text