મોરબીમાં ધો.10 વિજ્ઞાનની પૂરક પરીક્ષામાં 131 વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


મોરબી : હાલ એસ.એસ.સી અને એચ.એસ.સી.ની પૂરક પરીક્ષા ચાલી રહી છે. ત્યારે મોરબીમાં આજે તારીખ 26 જૂનના રોજ ધોરણ 10ની પૂરક પરીક્ષામાં વિજ્ઞાનનું પેપર લેવાયું હતું. જેમાં મોરબી જિલ્લામાંથી 131 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. વિજ્ઞાનના પેપરમાં કુલ 595 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 464 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 131 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

- text

- text