વાંકાનેરના કોઠી ગામે જીવલેણ હુમલા કેસમાં આરોપીને 10 વર્ષની કેદ 

- text


અન્ય સાત આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકાયા 

મોરબી : વાંકાનેર તાલુકાના કોઠી ગામે વર્ષ 2004માં જીવલેણ હુમલો કરવાના કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે અદાલતે એક આરોપીને 10 વર્ષની કેદ અને રૂપિયા 9000નો દંડ ફટકારી ભોગ બનનારને રૂપિયા 2 લાખ વળતર ચૂકવવા હુકમ કરી આ કેસમાં અન્ય સાત આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો હતો.

આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2004માં વાંકાનેર તાલુકાના કોઠી ગામે ફરિયાદી નાગજીભાઈ દેવાભાઇ ઉપર આરોપી સતા લાખા મુંધવા, મેઘા નોંઘા મુંધવા, ખેતા ખેંગાર મુંધવા, રાઘવ ખેંગાર મુંધવા, સતા ખેંગાર મુંધવા, ગોવિંદ સામત મુંધવા,બેચર ખેંગાર મુંધવા અને ગેલા લાખા મુંધવા સહિતનાઓએ ગેરકાયદેસર મંડળી રચી હુમલો કર્યો હતો અને આરોપી સતા લાખા મુંધવાએ કુંડલી વાળી લાકડી અને ધારિયા વડે હુમલો કરતા નાગજીભાઈને ઈજાઓ પહોંચતા ગુન્હો દાખલ થયો હતો જે અંગેનો કેસ ચાલી જતા સરકારી વકીલ વિજયભાઈ જાની અને મદદનીશ સરકારી વકીલ નીરજભાઈ કારિયાણી દલીલો તેમજ દસ્તાવેજી અને મૌખિક પુરાવાઓ ધ્યાને લઈ અદાલતે આરોપી સતા લાખા મુંધવાને 10 વર્ષની કેદ તેમજ 9 હજારનો દંડ ફટકાર્યો હતો.

- text

આ કેસમાં અદાલતે આરોપી મેઘા નોંઘા મુંધવા, ખેતા ખેંગાર મુંધવા, રાઘવ ખેંગાર મુંધવા, સતા ખેંગાર મુંધવા, ગોવિંદ સામત મુંધવા,બેચર ખેંગાર મુંધવા અને ગેલા લાખા મુંધવાને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કરવાની સાથે ફરિયાદી નાગજીભાઈ દેવાભાઇને 2 લાખનું વળતર ચૂકવવા આદેશ કરી આરોપીને ફટકારવામાં આવેલ 9000ની દંડની રકમ પણ ચૂકવવા હુકમ કર્યો હતો.

- text