પ્રવેશપાત્ર બાળકોમાં આંગણવાડીમાં હળવદ, બાલવાટિકા અને ધોરણ-1 માં વાંકાનેર તેમજ ધોરણ-9 માં મોરબી આગળ

- text


કન્યાઓ આગળ; જિલ્લામાં ધોરણ-9 માં પ્રવેશ મેળવનાર 3057 કુમારની સામે 3376 કન્યાઓ !

મોરબી : સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં યોજાનાર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત અનેક બાળકો આંગણવાડી બાલવાટિકા ધોરણ-1 અને ધોરણ-9 માં પ્રવેશ મેળવનાર છે. ત્યારે મોરબી જિલ્લામાં આંગણવાડીમાં સૌથી વધુ હળવદ, બાલવાટિકામાં સૌથી વધુ વાંકાનેર, ધોરણ-1 માં સૌથી વધુ વાંકાનેર તેમજ ધોરણ-9 માં સૌથી વધુ મોરબી તાલુકામાં બાળકો પ્રવેશ મેળવનાર છે. વધુમાં ધોરણ-9 માં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યામાં પણ કન્યાઓએ કુમારોને ટક્કર આપી છે, જિલ્લામાં ધોરણ-9 માં પ્રવેશ મેળવનાર 3057 કુમારની સામે 3376 કન્યાઓ પ્રવેશ મેળવનાર છે.

વિગતે વાત કરીએ તો, આંગણવાડીમાં મોરબી તાલુકામાં 495 કુમાર તેમજ 473 કન્યા મળી 968 બાળકો, માળીયા તાલુકામાં 174 કુમાર તેમજ 188 કન્યા મળી કુલ ૩૬૨ બાળકો, ટંકારા તાલુકામાં 200 કુમાર તેમજ 180 કન્યા મળી કુલ 380 બાળકો, વાંકાનેર તાલુકામાં 632 કુમાર તેમજ ૫૬૨ કન્યા મળી કુલ 1194 બાળકો અને હળવદ તાલુકામાં 747 કુમાર તેમજ 735 કન્યા મળી 1462 બાળકો પ્રવેશ મેળવનાર છે.

- text

બાલવાટિકામાં મોરબી તાલુકામાં 1293 કુમાર તેમજ 1366 કન્યા મળી 2659 બાળકો, માળીયા તાલુકામાં 301 કુમાર તેમજ 318 કન્યા મળી કુલ 619 બાળકો, ટંકારા તાલુકામાં 321 કુમાર તેમજ 323 કન્યા મળી કુલ 644 બાળકો, વાંકાનેર તાલુકામાં 1516 કુમાર તેમજ 1499 કન્યા મળી કુલ 3015 બાળકો અને હળવદ તાલુકામાં 1045 કુમાર તેમજ 958 કન્યા મળી 2002 બાળકો પ્રવેશ મેળવનાર છે.

ધોરણ 1 માં મોરબી તાલુકામાં 801 કુમાર તેમજ 803 કન્યા મળી 1604 બાળકો, માળીયા તાલુકામાં 143 કુમાર તેમજ 147 કન્યા મળી કુલ 290 બાળકો, ટંકારા તાલુકામાં 428 કુમાર તેમજ 351 કન્યા મળી કુલ 779 બાળકો, વાંકાનેર તાલુકામાં 1539 કુમાર તેમજ 1594 કન્યા મળી કુલ 3133 બાળકો અને હળવદ તાલુકામાં 1343 કુમાર તેમજ 1164 કન્યા મળી 2507 બાળકો પ્રવેશ મેળવનાર છે.

ધોરણ 9 માં મોરબી તાલુકામાં 1142 કુમાર તેમજ 1394 કન્યા મળી 2536 બાળકો, માળીયા તાલુકામાં 368 કુમાર તેમજ 420 કન્યા મળી કુલ 788 બાળકો, ટંકારા તાલુકામાં 230 કુમાર તેમજ 287 કન્યા મળી કુલ 517 બાળકો, વાંકાનેર તાલુકામાં 538 કુમાર તેમજ 586 કન્યા મળી કુલ 1124 બાળકો અને હળવદ તાલુકામાં 779 કુમાર તેમજ 689 કન્યા મળી 1468 બાળકો પ્રવેશ મેળવનાર છે.

- text