વકીલ પ્રોટેક્શન બિલની માંગ સાથે મોરબી બાર એસોસિએશન દ્વારા કલેકટરને આવેદન

- text


મોરબી : આજરોજ મોરબી 12 એસોસિએશનના વકીલો દ્વારા વકીલ પ્રોટેક્શન બિલની માંગ સાથે મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મોરબી કલેકટર કચેરીએ રજૂઆત કરવા આવેલા મોરબી બાર એસોસિએશનના સેક્રેટરી વિજયકુમાર શેરશિયાએ જણાવ્યું હતું કે, વકીલ પ્રોટેકશન બિલની માંગ સાથે આજે ગુજરાતભરમાં તમામ કલેકટર અને તાલુકા મથકે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. દિવસે ને દિવસે વકીલો પર હુમલાના બનાવો વધી રહ્યા છે. વકીલોની હત્યા, મારકૂટ અને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. અન્ય રાજ્યમાં વકીલ પ્રોટેકશન બિલ લાગુ છે. ત્યારે ગુજરાતમાં પણ આ બિલ લાગુ કરવામાં આવે. ગુજરાત સરકાર વકીલ પ્રોટેકશન બિલ લાગુ કરે અને વકીલોના હિતનું રક્ષણ કરે તેવી અમારી માંગ છે. જો ટૂંક સમયમાં ગુજરાત સરકાર દ્વારા આ બિલ લાગુ કરવામાં નહીં આવે તો તમામ વકીલો ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.

વધુમાં જણાવ્યું હતું કે, સરકારમાં હાલ વકીલોનું હિત જળવાતું નથી. વકીલ સરકાર અને સમાજમાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. જો વકીલોની સુરક્ષા નહિ હોય તો સમાજની સુરક્ષા પણ નહીં રહે. તેથી વકીલોને સુરક્ષા કવચ આપવા માટે વિધાનસભામાં અને સંસદ સભામાં બિલ પાસ કરવામાં આવે.

- text

- text