મોરબી જિલ્લામાં 21 હજારથી વધુ બાળકો આંગણવાડી, બાલવાટિકા, પ્રાથમિક શાળાના પ્રાંગણમાં પા પા પગલી પાડશે

- text


શાળા પ્રવેશોત્સવ થકી ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો થયો

મોરબી જિલ્લામાં 26, 27 અને 28 જૂન દરમિયાન કાર્યક્રમો યોજાશે

મોરબી : મોરબી જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2024 અન્વયે જિલ્લાની 585 પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમોનું આયોજન કરી આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 મળી કુલ 21638 બાળકો શિક્ષણના એક નવા અધ્યાયમાં પા પા પગલીઓ પાડશે. જ્યારે ધોરણ 9 માં 6433 બાળકો પ્રવેશ મેળવશે.

સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2024 ની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ એટલે કે 585 પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે, ઉપરાંત આંગણવાડીના બાળકોનો પ્રવેશોત્સવ પણ જે તે સંબંધિત શાળાઓમાં કરવામાં આવશે. જેમાં 4386 બાળકો આંગણવાડી, 8939 બાળકો બાલવાટિકાઅને 8313 બાળકો ધોરણ ૧ માં પ્રવેશ મેળવશે.

- text

100% નામાંકન માટે દર વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાય છે. જેમાં રાજ્યના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા રાજ્યની તમામ શાળાઓની મુલાકાત ત્રણ દિવસ સુધી લેવામાં આવે છે. જે અન્વયે આ વર્ષે 26, 27 અને 28 જૂન દરમિયાન સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ સંદર્ભે કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમના ફળસ્વરૂપે શાળાઓમાં 100% નામાંકન સિદ્ધિ પ્રાપ્ત થઇ શકી છે. ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો થયો છે અને શાળામાં સ્થાયીકરણનું પ્રમાણ વધ્યું છે.

- text