સગાઈ તોડી નાખજે નહિ તો મારી નાખીશ ! હળવદમાં ધરાર પ્રેમી વિરુદ્ધ ફરિયાદ

- text


હળવદના કૃષ્ણનગરમાં રહેતા એક તરફી પ્રેમી સામે ગુન્હો નોંધાયો

હળવદ : હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીનો પીછો કરી સગાઈ થઈ ગઈ હોવા છતાં એક તરફી પ્રેમમાં પાગલ બની યુવતીને સગાઈ તોડી નાંખજે નહિ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા યુવતીના માતાએ કૃષ્ણનગર ગામે રહેતા ધરાર પ્રેમી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કૃષ્ણનગર ગામે રહેતા આરોપી અતુલ પરસોતમ તારબુંદિયા નામના શખ્સે ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ બની સતત પીછો કરતો હોવાની સાથે યુવતીની સગાઇ થઈ ગયા બાદ પણ પીછો મુક્યો ન હતો. વધુમાં આ માથા ફરેલા શખ્સે યુવતીનો પીછો કરી તારી સગાઈ તોડી નાંખજે નહી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા યુવતીના માતાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આશિક બનીને ફરતા શખ્સને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

- text