ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ગુજરાત સ્ટેમ ક્વિઝ-2024નું આયોજન 

- text


ક્વિઝમાં ભાગ લેવા માટે તારીખ 30 જૂન સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ( ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગુજરાત સરકાર) ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટીક્સ (STEM) ક્ષેત્રમાં જ્ઞાનમાં અભિવૃધ્ધિ થાય તેવા આશયથી સમગ્ર રાજ્યમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતાં તમામ વિધાર્થીઓ “ગુજરાત સ્ટેમ ક્વિઝ-2024″નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં તાલુકા કમ જિલ્લા કક્ષાની ઓનલાઇન ક્વિઝ યોજાશે. જેમાં દરેક તાલુકામાંથી પસંદ થયેલા વિદ્યાર્થીઓ અમદાવાદ સાયન્સ સિટી ખાતે રાજ્યકક્ષાએ ઓફલાઈન માધ્યમથી ભાગ લઈ શકશે. આ ક્વિઝ ગુજરાતી તથા અંગ્રેજી એમ બે માધ્યમમાં હશે.

- text

ગુજરાત સ્ટેમ ક્વિઝ-2024 માં ભાગ લેવા સાથે બાર્ક, ડી.આર.ડી.ઓ. તથા ઈસરો જેવી સંસ્થાની મુલાકાત લઈ શકશે. આ ઉપરાંત રૂપિયા 2 કરોડનું ઈનામો આપવામાં આવશે. આ સ્ટેમ ક્વિઝનાં દરેક સ્પર્ધકને ઈ – પ્રમાણપત્ર એનાયત કરવાંમાં આવશે. મોરબી જીલ્લાની તમામ શાળાઓનાં વિધાર્થીઓ વધુને વધુ ભાગ લઈ શકે તે હેતુથી મોરબી જિલ્લામાં ‘જિલ્લા શિક્ષણાધિકારી, ડી.ઈ.ઓ. કચેરી તથા “આર્યભટ્ટ ” લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં. 202 મોરબી તથા દરેક માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓનાં આચાર્ય તથા શિક્ષકમિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે.

આ ક્વિઝમાં ભાગ લેવા માટે તારીખ 30-6-2024 સુધીમાં https://stemquiz.gujarat.gov.in/STEMStudentRegistration લિંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમજ ગુજરાત સ્ટેમ ક્વિઝ અંગે વધુ માહિતી મેળવવા માટે દિપેનભાઈ ભટ્ટ મો. નં. 97279 86386 “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર ,ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં.202 મોરબી, ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text