કન્યા કેળવણી : મોરબી જિલ્લામાં 14 હજારથી વધુ કન્યાઓ આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1 અને 9 માં પ્રવેશ મેળવશે

- text


મોરબી : સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અન્વયે દીકરીઓના શિક્ષણ પ્રત્યે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દીકરીઓ વધુને વધુ શાળાઓમાં જાય અને તેમનો ડ્રોપ આઉટ રેટ ઘટે તે માટે વિધવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કન્યા કેળવણી મહોત્સવ થકી દીકરીઓના શિક્ષણના ક્ષેત્રે મહત્વનું પરિવર્તન આવ્યું છે.

વાત કરીએ મોરબી જિલ્લાની તો, મોરબી જિલ્લામાં હાલ ધોરણ 1 થી 5 માં કુલ 30820 કન્યાઓ અને ધોરણ 6 થી 8 માં કુલ 16030 કન્યાઓ અભ્યાસ કરી રહી છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અનુસંધાને આંગણવાડીમાં 2138, બાલવાટિકામાં 4464, ધોરણ 1 માં 4059 અને ધોરણ 9 માં 3376 કન્યાઓ મળી કુલ 14037 કન્યાઓ પ્રવેશ મેળવશે.

- text

કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત 6 વર્ષ પૂર્ણ થતા હોય તેવી તમામ કન્યાઓને ધોરણ 1 માં 100 ટકા નામાંકન કરી પ્રવેશ આપવામાં આવે છે. દર વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન તમામ કન્યાઓનું નામાંકન કરવામાં આવે છે. નામાંકન થયેલ કન્યાઓ ધોરણ 1 થી 8 નો અભ્યાસ પુર્ણ કરે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. ધોરણ 8 (આઠ) નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ધોરણ 9 (નવ) માં પ્રવેશ મેળવે તે પણ સુનિશ્ચિત કરવામાં આવે છે.

- text