રાજકોટના અગ્નિકાંડ બાદ મોરબીમાં 400 અસામીઓને ફાયર એનઓસી નોટિસ

- text


મોરબીમાં ફાયર એનઓસી વગરના 6 એકમોના મહિના બાદ પણ સીલ ન ખુલ્યા

મોરબી : રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન મુદ્દે ચેકીંગ બાદ મોરબીમાં 400 જેટલા અસામીઓને નોટ્સ ફટકારી અનેક એકમોને સીલ કરવામાં આવ્યા હતા જેમાં હજુ પણ મોલ, જીમ, હોસ્પિટલ અને લેબોરેટરીને એનઓસી ન મળ્યા હોય એક મહિના બાદ પણ સીલ ખુલ્યા નથી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટના બાદ મોરબી નગરપાલિકા સહિતના તંત્ર દ્વારા મોરબીમાં ચાલતા થ્રિલ એન્ડ ચીલ, લેવલ અપ અને યોગાતા ગેમઝોન બંધ કરાવી દઈ પાપાજી ફન વર્લ્ડ, દેવ ફન વર્લ્ડ અને કામધેનુ પાર્ટી પ્લોટ સહિતના ફન ઝોનને પણ બંધ કરાવી દીધા હતા. આ ઉપરાંત રવાપર રોડ પર આવેલ વી માર્ટ માં પણ ફાયરની સુવિધા કે એનઓસી ન હોવાને કારણે બંધ કરવી હતા.

- text

બીજી તરફ મોરબીમાં અનેક હોસ્પિટલો અને જીમમાં ચેકીંગ બાદ ફાયર એનઓસી ન હોવાના કારણે વી-માર્ટ, એક હોસ્પિટલ, એક લેબોરેટરી અને એક જીમને પણ સીલ મારી દીધું હતું. જો કે, સિલિંગની કાર્યવાહી બાદ પણ સંબંધિત માલિકો દ્વારા ફાયર એનઓસી લેવાની પ્રક્રિયા હાથ ન ધરવામાં આવતા હાલમાં મોલ, જીમ, હોસ્પિટલ અને લેબોરેટરી સહિતના છ એકમોને સીલ યથાવત રહ્યા છે.

દરમિયાન મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબી શહેરમાં અત્યાર સુધી ટ્યુશન ક્લાસ, હોસ્પિટલ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સહિતના 400 આસામીઓને ફાયર સેફટી મુદ્દે નોટિસો આપવામાં આવૈ છે અને હજુ પણ નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ હોવાનું તેમને જણાવ્યું હતું.

- text