હળવદની એક્સપોર્ટ અને પોલીમર્સ કંપની સહિત 39 સ્થળોએ પાણી ચોરીની ફરિયાદ

- text


શાળા સંચાલકો સાહિતનાઓએ પાણી ચોરી કરવા સરકારી યોજનાની મુખ્ય લાઈનમાં ફાકા પાડી નાખ્યા

હળવદ : હળવદ તાલુકાના ૨૪ ગામ અને બે પરા વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડતી જૂથ યોજનાની મુખ્ય લાઈનમાં ફાકા પાડી દઈ બેફામ પાણી ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવતા હળવદ પોલીસ મથકમાં હળવદ શહેરની એક્સપોર્ટ કંપની, પોલીમર્સ કંપની તેમજ શાળા હોસ્ટેલ અને વ્યક્તિગત કિસ્સામાં 39 પાણી ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

હળવદના દેવળીયાથી સુરવદર ગામ વચ્ચે નાખવામાં આવેલ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ૨૪ ગામ અને બે પરા વિસ્તારમાં પાણી આપવામાં આવી રહ્યું હોય આ યોજનાની મુખ્ય લાઈનમાં ભંગાણ કરી નાખવામાં આવતા યોજનાની નિભાવણી કરતા ફરિયાદી કોન્ટ્રાકટર મનસુખભાઇ છગનભાઇ મારું રહે.રાજસીતાપૂર તા.ધ્રાંગધ્રા વાળાએ હળવદ પોલીસ મથકમાં ૩૯ પાણી ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં હળવદ પોલીસે પાણી ચોરીના આ કિસ્સામાં આરોપી (૧) પવનસુત પોલીમર્સ હળવદ (૨) નસીબભાઈ સુરેશભાઈ નાડીયા (૩) ખીમાભાઈ બચુભાઈ નાડીયા (૪) કૈલાસ મારવાડી જી.ઈ.બી.કોન્ટ્રાક્ટર (૫) માવજી કાનજી પ્રજાપતી (૬) કિશોરભાઈ રોહીત (૭) ચતુરભાઈ મહારાજ (૮) કાનાભાઈ શીવાભાઈ દેવીપુજક (૯) ધારાભાઈ મોહનભાઈ જબાડીયા (૧૦) કેશુભાઈ શંભુભાઈ દેવીપુજક (૧૧) રવાભાઈ કેશુભાઈ દેવીપુજક (૧૨) રમાભાઈ બાબુભાઈ દેવીપુજક (૧૩) હિરાભાઈ બાબુભાઈ દેવીપુજક (૧૪) મૈયલાભાઈ ધારાભાઈ દેવીપુજક (૧૫) જલાભાઈ ભરવાડ (૧૬) મુકેશભાઈ ભરવાડ (૧૭) અનિલભાઈ બચુભાઈ મકવાણા (૧૮) રમેશભાઈ કાનજીભાઈ ઠાકોર (૧૯) પુનમભાઈ દેવાભાઈ નાડીયા (૨૦) શીવાભાઈ મણીભાઈ મકવાણા (૨૧) જીતુભાઈ રામજીભાઈ નાડીયા (૨૨) અરવિંદભાઈ ભગુભાઈ નાડીયા (૨૩) દિનેશભાઈ ભગુભાઈ નાડીયા (૨૪) દિલીપ ભગા ઠાકોર (૨૫) સંજયભાઈ ગોરધનભાઈ (૨૬) સાંદિપની હોસ્ટેલ તથા સાંદિપની સ્કુલના કબ્જેદાર (૨૭) એન્ટ્રેલીયા કંપનીના કબ્જેદાર (૨૮) બેસ્ટ એગ્રો હળવદના કબ્જેદાર (૨૯) એવરેસ્ટ પ્રોટીન હળવદના કબ્જેદાર (૩૦) સલીમા એક્સપોર્ટના કબ્જેદાર (૩૧) જય વડવાળા ફાર્મ (૩૨) નરેશભાઈ નટવરભાઈ હળવદ હાઈવે વાડી (૩૩) ભાવેશભાઈ મોહનભાઈ વાડી(૩૪) બાજુભાઈ જેસીગભાઈ (૩૫) રાજુભાઈ સિંધભાઈ દેવીપુજક (૩૬) ભનાભાઈ સિંધાભાઈ દેવીપુજક (૩૭) વશરામભાઈ સિંધાભાઈ (૩૮) સિધાભાઈ જેસીગભાઈ દેવીપુજક (૩૯) સિધાભાઈ મલ્લાભાઈ દેવીપુજક વિરુદ્ધ પ્રિવિસન્સ ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપટી એક્ટની કલમની ૩ તથા ઈ.પી.કો. કલમ ૪૩૦ (BNS કલમ ૩૨૬ (એ) મુજબ) તથા ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ અધિનિયમ) -૨૦૧૯ ની કલમ ૧૦(૧)(I), ૧૧(૬) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

- text