રાજકોટ ડિવિઝનમાં ચાલતા ડબલ ટ્રેકના કામ દરમિયાન રીશેડ્યુલ કરાયેલી ટ્રેનોના સમયમાં ફેરફાર

- text


મુસાફરોએ ટ્રેનના પરિચાલન સંબંધિત અપડેટ્સ માટે રેલવે સાઈટની મુલાકાત લેવા સૂચન

રાજકોટ : રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામ દરમિયાન લેવામાં આવનાર બ્લોકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે અગાઉ રી-શેડ્યુલ જાહેર કરાયેલી ટ્રેનોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

તારીખ 27 જૂનના રોજ વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસને ટ્રેન નંબર 16333 વેરાવળ થી 5 કલાક 30 મિનિટ મોડી એટલે કે 12.20 કલાકે ઉપડશે. વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન નંબર 11463 વેરાવળ થી 2 કલાક 30 મિનિટ મોડી એટલે કે 12.35 કલાકે ઉપડશે. વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન નંબર 19218 વેરાવળથી 1 કલાક 40 મિનિટ મોડી એટલે કે 13.40 કલાકે ઉપડશે.

તેમજ જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન નંબર 11464 તારીખ 26 જૂનના રોજ જબલપુર થી 5 કલાક 15 મિનિટ મોડી એટલે કે 19.00 કલાકે ઉપડશે.

- text

આ ઉપરાંત અગાઉ રીશેડ્યૂલ કરેલ ટ્રેનોં જે હવે તેમના રેગ્યુલર સમય પર ઉપડશે. જેમાં તારીખ 26 જૂનના રોજ વેરાવળ થી ઉપડનારી ટ્રેન નં. 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ, વેરાવળથી ઉપડનારી ટ્રેન નં. 19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, ઈન્દોરથી ઉપડનારી ટ્રેન નં. 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ અને તારીખ 25 જૂનના જબલપુર થી ઉપડનારી ટ્રેન નં. 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ જે અગાઉ રીશેડ્યુલ જાહેર કરવામાં આવી હતી, તે તમામ ટ્રેનો હવે તેમના રેગ્યુલર સમય પર ઉપડશે.

ત્યારે મુસાફરો આ ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરવા અને ટ્રેનના પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા રેલવે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે, જેથી કોઈ અસુવિધા ન થાય.

- text