પાણીની મુખ્ય લાઈન તોડી કારખાનામાં અને વાડીઓમાં કરાતી પાણી ચોરી : 13 વિરુદ્ધ ગુન્હો

- text


હળવદ તાલુકાના 9 ગામના લોકોને પીવાનું પાણી પૂરું પાડતી મુખ્ય લાઈનમાં જ બેફામ પાણી ચોરી

હળવદ : હળવદ તાલુકાના ખેતાવાવથી ઘાટીલા ગામ સુધીના નવ ગામોને પીવાનું પાણી પૂરું પાડતી પાણી પુરવઠા યોજનાની મુખ્ય લાઈનમાં ભંગાણ કરી 13 શખ્સોએ ગેરકાયદેસર કનેક્શન મેળવી લઈ વાડી ખેતર અને કારખાનામાં પાણીનો વપરાશ કરતા હોવાનું ધ્યાને આવતા તમામ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા હળવદના બ્રાહ્મણી ડેમની આજુબાજુના નવ ગામોને પાણી આપવામાં માટે નાખવામાં આવેલી ૩૫૦ મીમી વ્યાસની પાણીની મુખ્ય લાઈનમાં બાકોરા પાડી આરોપી (૧) પ્રવિણભાઈ બાવરવા સાબુની ફેક્ટરી ગામ-ઘનશ્યામગઢ (૨) પ્રવિણભાઈ ત્રિકમભાઈની વાડી ગામ-અજીતગઢ (૩) હિરણભાઈ રબારીની વાડીએ ગામ-ખોડ (૪) હરેશભાઈ દિલુભાઈ કુરીયા ગામ-મિયાણી (૫) વિપુલભાઈ રણછોડભાઈ રંભાણી ગામ-મિયાણી (૬) બાબુભાઈ ગણેશભાઈ પટેલ લીંબુનો બગીચો ગામ-અજીતગઢ (૭) ભિખાભાઈ મનજીભાઈ પટેલ વાડી ગામ-અજીતગઢ (૮) નારણભાઈ ભુદરભાઈ દલવાડીની વાડી ગામ-જુના અમરાપર (૯) સંધાભાઈ ભુદરભાઈ દલવાડીની વાડી ગામ-મિયાણી (૧૦) નાથાભાઈ આહીરની વાડી ગામ-મિયાણી (૧૧) અજયભાઈ ભરવાડ રેતી પ્લાન્ટ ગામ-મિયાણી (૧૨) હિતેશભાઈ પટેલ સિમેન્ટના થાભલાનુ કારખાનુ ગામ-અજીતગઢ અને (૧૩) ચતુરભાઈ માંડણભાઈ રંભાણી વાડી ગામ-ચાડધ્રા વાળાઓએ ગેરકાયદેસર કનેક્શન લઈ પાણી ચોરી કરતા હોય પાણી પુરવઠા યોજનાના કોન્ટ્રાકટર વિપુલભાઈ શામજીભાઈ વેકરીયા, રહે. રાજકોટ સંસ્કાર સીટી મવડી બાય પાસ વાળાએ તમામ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

વધુમાં હળવદ તાલુકાના ખેતાવાવથી મિયાણી ગામ અને જોગડ તેમજ નવા ઘાટીલા વચ્ચેના ગામ વિસ્તારમાં પાણી ચોરી કરવા મામલે પોલીસે તમામ તેર આરોપીઓ વિરુદ્ધ ધિ પ્રિવિસન્સ ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપટી એક્ટની કલમની ૩ તથા ઈ.પી.કો. કલમ ૪૩૦(BNS કલમ ૩૨૬ (એ) મુજબ) તથા ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ અધિનિયમ) -૨૦૧૯ ની કલમ ૧૦(૧)(I), ૧૧(૬) મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે

.

- text