હળવદના ઘણાદ નજીક કેનાલમાં ખેત શ્રમિક ડૂબ્યો

- text


હળવદ : હળવદ તાલુકાના ઘણાદ ગામની સીમમાંથી પસાર થતી માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલમાં પાણી ભરવા ગયેલ ખેત શ્રમિકનો પગ લપસી જતા કેનાલમાં ગરકાવ થઈ ગયો હાલ હળવદ પાલિકાના તરવૈયાઓની ટીમ દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ઘણાદ ગામની સીમમાં જયંતીભાઈ ગોવિંદભાઈની વાડીએ પરિવાર સાથે મજૂરી કામ કરવા આવેલ રાજુભાઈ અમરશીભાઈ આદિવાસી ઉંમર વર્ષ 45 સોમવારે સાંજના 6 વાગ્યાની આસપાસ વાડી પાસેથી પસાર થતી માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલ કાંઠે પાણી ભરવા ગયા હતા ત્યારે રાજુભાઈ નો પગ લપસતા કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.હાલમાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા શ્રમિકની શોધખોળ કરવામાં આવી રહી હતી તેમ છતાં પણ રાજુભાઈનો કોઈ જ પતો ન મળતા આખરે મંગળવારે હળવદ પાલિકાની ટીમને જાણ કરવામાં આવતા હળવદ પાલિકાની તરવૈયાની ટીમ ઘટના સ્થળે પહોંચી કેનાલમાં ગરકાવ થઈ ગયેલ યુવાનની શોધખોળ હાથ ધરી હતી.

- text

- text