મોરબીના 5 શખ્સોએ પ્રેમ લગ્ન બાબતે ડીસાના શખ્સનું અપહરણ કરી માર માર્યો

- text


રાજસ્થાનના ફાર્મ હાઉસમાં ગોંધીને માર્યો, બાદમાં મોરબી નજીક હાઇવે ઉપર છોડી દીધો : ભોગ બનનારે ડીસામાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો

મોરબી : મોરબીના 5 શખ્સોએ પ્રેમ લગ્ન બાબતે ડીસાના એક શખ્સનું અપહરણ કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ડીસા પોલીસ મથકે ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત વિગતો અનુસાર ડીસામાં રહેતા મયંકકુમાર સુરેશભાઇ ઉ.વ.૨૬વાળાએ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમનો ભાઈ ક્ષિતિજ જે મોરબી રહેતો હોય તેને મોરબી ખાતે એક યુવતી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જેને લઈને મોરબીના વિશાલ પટેલ (ગાંભુવા), આશિષ સેંગાણી તથા મુન્નાભાઇ પટેલ તથા ભાવેશ તથા ઉત્તમ ક્રેટા અને અલકઝાર કાર લઈને આવ્યા હતા. ધરતી રેસીડેન્સી ખાતેથી તેઓએ મારૂ અપહરણ કરી રાજસ્થાન ખાતે કોઇ ફાર્મ હાઉસ ઉપર લઇ ગયા હતા. તેઓ વારંવાર મારા ભાઈનો પતો પૂછતાં હતા. ગાડીમાં તથા ફાર્મ હાઉસ ઉપર રબ્બરના પટ્ટા તથા પાઇપ વડે મુઢ માર મારી જમણા હાથે ફેકચર કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ત્યાથી મોરબી લઇ જઇ અને મોરબીથી માળીયા હોનેસ્ટ હોટેલ આગળ છોડી દીધો હતો. આ ફરિયાદના આધારે ડીસા પોલીસે મોરબીના શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text