- text
પાલિકાને સાથે રાખી શક્તિ ચોકથી નહેરુ ગેટ, જુના બસસ્ટેન્ડ રોડ, જુનાં મહાજન ચોક સહિતના વિસ્તારોમાં દુકાન બહારના દબાણ દૂર કર્યા
પોલીસની મીઠી નજર હેઠળ રસ્તાઓ પર આડેધડ રખાતી લારીઓ સામે ક્યારે કાર્યવાહી થશે ?
મોરબી : મોરબી ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. ત્યારે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ લાંબા સમય બાદ એક્શનમાં આવી આજે શહેરના મુખ્ય માર્ગો પરથી દુકાન બહાર રોડ પર રાખેલ વસ્તુઓ ઝપ્ત કરી દબાણકારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે અને માથાના દુઃખાવો બની ગઈ છે. ત્યારે જિલ્લા પોલીસવડાની સૂચના બાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં મુખ્ય રસ્તાઓ ઉપર દુકાન બહાર રહેલ સમાન ઝપ્ત કરી તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ટ્રાફિક પીઆઇ છાસિયા, પીએસઆઇ ડી.બી. ઠક્કર સહિતના ટ્રાફિક પોલીસની ટીમે પાલિકાની ટીમને સાથે રાખી શક્તિ ચોકથી નહેરુ ગેટ ચોક, નહેરુ ગેટથી જુના બસ સ્ટેન્ડ, તખ્તસિંહજી રોડ, જુના મહાજન ચોક સહિતના મુખ્ય માર્ગો પર દુકાનની બહાર ટ્રાફિકની અડચણ રૂપ રાખેલ બોર્ડ, ગેસના બાટલા, ટેબલો, સહિતની બે ટ્રેક્ટર ભરાય તેટલી વસ્તુઓ ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ટ્રાફિક પીઆઇ છાસીયાએ જણાવેલ કે શહેરમાં ટ્રાફીક ને અડચળ રૂપ કોઈ પણ સામાન ઝપ્ત કરવામાં આવશે અને આ કાર્યવાહી હજી આગળના દિવસોમાં પણ ચાલુ રખાશે.
પોલીસની મીઠી નજર હેઠળ રસ્તાઓ પર આડેધડ રખાતી લારીઓ સામે કાર્યવાહી થશે ?
પોલીસ દ્વારા પાલિકાને સાથે સાથે મુખ્ય બહારની દુકાનોની બહાર રાખેલી વસ્તુઓ જપ્ત કરતા વેપારીઓ કચવાટ ફેલાયો હતો અને વેપારીઓમાં ગણગણાટ શરૂ થયો હતો કે મુખ્ય રસ્તાઓ પર વેપારીઓ પોતાની દુકાન બહાર રાખેલી વસ્તુઓ પોલીસને દેખાય છે પરંતુ પોલીસની મીઠી રેહમ નજર હેઠળ જ મોરબીનાં તમામ મૂખ્ય માર્ગો, નેહરુ ગેઇટ સહિતના વિસ્તારોમાં આડેધડ ગેરકાયદેસર લારીઓ ઉભી રહે છે. તેની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)