ઘૂંટણના ઓપરેશનનો ક્લેઇમ ન ચૂકવાનાર સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીને લપડાક

- text


ગ્રાહક તકરાર નિવારણ પંચે વ્યાજ સહિત નાણાં ચૂકવવા આદેશ કર્યો

મોરબી : મોરબીના ગ્રાહકે સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સમાંથી મેડિકલ વીમો લઈ પ્રીમિયમ ભર્યું હોવા છતાં ઘૂંટણના ઓપરેશનના ક્લેઇમના નાણાં નહિ ચૂકવતા મામલો ગ્રાહક તકરાર પંચમાં જતા આ મામલે ગ્રાહકની જીત થઈ હતી અને વીમા કંપનીને વ્યાજ સહિત નાણાં ચૂકવવા હુકમ કરાયો હતો.

મોરબી શનાળા રોડ હાઉસીંગ બોર્ડ માં રહેતા હિતેશભાઈ જયંતિલાલના ધર્મપત્ની જયોતીબેને મેડીકલ વીમો સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી લીધેલ તેમણે જમણા ઘુટણે દુખાવો થતાં તેણે સ્ટર્લિંગ હોસ્પીટલમાં ઓપરેશન કરાવેલ અને તેનો ખર્ચ ૧,૭૬,૯૦૫(એક લાખ છોતેર હજાર નવસો પાંચ થયેલ હતો. બાદમાં ક્લેઇમ મેળવવા વિધિ કરતા વીમા કંપનીએ સાચા ખોટા બાના બતાવી વીમો ના મંજુર કરેલ હતો.

- text

જેથી હિતેશભાઇ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા મોરબી જીલ્લા ગ્રાહક તકરાર કમીશનમાં ફરિયાદ દાખલ કરેતા વીમા કંપનીને કોર્ટ કહયું કે તમારી સેવામાં ખામી છે ગ્રાહકે વીમા નુ પ્રીમીયમ ભરેલ છે માટે તેનો થયેલ ખર્ચ ૧,૭૬,૯૦૫ (એક લાખ છો તેર હજાર નવસો પાંચ) તા.૨૭-૦૪-૨૦૨૩ થી ૬ ટકા ના વ્યાજ સાથે અને ૫૦૦૦/- પાંચ હજાર અન્ય ખર્ચના ચુકવવાનો હુકમ કરેલ હતો. ગ્રાહકે પોતાના હક માટે લડત કરવી જોઇએ વીમો લેતી વખતે વીમા કંપની ને દરેક વસ્તુ પુરી પાડવી જોઇએ કોઇપણ ગ્રાહકને વીમો ફાઇન્સ કે અન્ય બાબતમાં અન્યાય થયો હોય તો પ્રમુખ લાલજીભાઇ મહેતા મો. નાં. ૯૮૨૫૭ ૯૦૪૧૨ ઉપ પ્રમુખ બળવંત ભટ્ટ મો.૯૩૨૭૪ ૯૯૧૮૫ મંત્રી રામભાઈ મહેતા મો. ૯૯૦૪૭ ૯૮૦૪૮નો સંપર્ક કરવો.

- text