મોરબીમાં લોક દરબાર યોજી લોકોના પ્રશ્નો જાણતા એસપી

- text


ટ્રાફિક અને સાયબર ક્રાઇમના પ્રશ્નો નિવારવા લોકોની માંગ : 31 લોકોના ગુમ થયેલા મોબાઈલ પરત અપાવાયા

મોરબી : મોરબીમાં એ ડીવીઝન પોલીસ ખાતે આજે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં લોક દરબાર યોજાયો હતો. જેમાં તેરા તુજકો અર્પણ હેઠળ 31 લોકોને તેમના ગુમ થયેલા મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો, સમાજસેવકો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ લોક દરબારમાં નાગરિકો દ્વારા ટ્રાફિકની સમસ્યા, સ્કાય મોલ પાસે થતા ટ્રાકીફની સમસ્યા આ ઉપરાંત સાયબર ક્રાઈમના વધી રહેલા કેસ વગેરે જેવા પ્રશ્નો રજુ કરી કાર્યવાહી કરવા તેમજ આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ કાર્યક્રમમાં સમાજ સેવક જીવરાજભાઈ જે વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવા કાર્ય કરે છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

સાથે જ લોક દરબારમાં ઉપસ્થિત સમાજ સેવકોનું એસ.પી.ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જે નાગરિકોના મોબાઇલ ગુમ થાય હતા તેમને પરત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એ ડિવિઝન પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સાઈબર ક્રાઇમના ભોગ બનનારના 43 લાખ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા જે આગામી સમયમાં કાર્યવાહી કરી પરત કરવાની કામગીરી કરવામાં આવશે. એવું જણાવવામાં આવ્યું હતું.

- text

- text