મોરબીનાં રણછોડનગર વિસ્તારમાં ભારે વાહનો ચાલતા ગટર લાઈન તૂટી ગઈ

- text


નવી ગટર લાઈન નાખી આપવા જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી

મોરબી : મોરબીના નવલખી રોડ પર શાંતિવન સ્કૂલ પાસે રવિરાજ ફ્લોરમિલની સામે આવેલા રણછોડનગર-1માં ગટર લાઈન ભારે વાહનો ચાલતા તૂટીને બ્લોક થઈ ગઈ છે. ત્યારે રણછોડનગર-1ના રહીશોએ જવાબદાર અધિકારીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપીને નવી ગટર લાઈન નાખી આપવા રજૂઆત કરી છે.

રહીશોના જણાવ્યા પ્રમાણે નવલખી રોડ પર આવેલી રણછોડનગર-1 સોસાયટીમાં ગત ચોમાસામાં ગટર લાઈન દબાઈ જવાથી બ્લોક થઈ ગઈ હતી. જેથી તંત્ર દ્વારા ગટર સાફ કરવા માટે સ્ટાફ મોકલવામાં આવ્યો હતો. જો કે, સ્ટાફ દ્વારા જણાવાયું હતું કે શેરીની મેઈન લાઈન સાથે જોડેલી રણછોડનગર-1 સોસાયટીની લાઈન રોડ નીચે ભારે વાહનો ચાલવાથી દબાઈ ગઈ છે. જેના લીધે પાણી આગળ જઈ શકતું નથી અને વારંવાર બ્લોક થઈ જાય છે. જેથી જુની ગટર લાઈન કાઢીને નવી ગટર લાઈન નાખી આપવામાં આવે તેવી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

મહત્વનું છે કે, ગત વર્ષે ઓક્ટોબર-2023માં યોજાયેલા મુખ્યમંત્રી જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ રણછોડનગર-1ના રહીશોએ આ બાબતે રજૂઆત કરી હતી. જો કે તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા ફરીથી રજૂઆત કરવામાં આવી છે.

- text

- text