મોરબીમાં ABVPએ GCAS પોર્ટલમાં સુધારાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

- text


મોરબી : મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નોને લઈને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ 9 જુલાઈ 1949 થી વિધાર્થીઓના હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મોરબી શાખા દ્વારા GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને મોરબી શાખા દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં બહોળી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરી GCAS પોર્ટલમાં સુધારાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું.

- text

- text