હળવદ માર્કેટ યાર્ડમાં દુકાનમાં આગ લાગતા દોડધામ મચી

- text


ફાયરની ટીમ ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવ્યો : દુકાનમાં વરીયાળી અને ધાણા ભરેલા હતા

હળવદ : હળવદ માર્કેટ યાર્ડમાં આજે સોમવારે બપોરના બારેક વાગ્યાની આસપાસ દુકાન નંબર ચારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી.જોકે ઘટનાને પગલે ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. તો બીજી તરફ આગ લાગવાના બનાવને પગલે દુકાનમાં રહેલ ધાણા અને વરીયાળીને નુકસાન પહોંચ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ માર્કેટયાર્ડમાં આવેલ દુકાન નંબર ચારમાં આજે શોર્ટ સર્કિટ થતા આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગવાના કારણે દુકાનમાં રહેલ વરિયાળી અને ધાણાના બારદાનને નુકસાન પહોંચ્યું હતું.બીજી તરફ બનાવના પગલે યાર્ડના વેપારીઓ તેમજ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ બુજાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા સાથે જ બનાવની જાણ હળવદ પાલિકાને કરાતા ફાયર ની ટીમ ઘટના પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ અન્ય દુકાનમાં પ્રસરે તે પહેલા જ આંગ પર કાબુ મેળવી લીધો હતો.

- text

દુકાનના માલિક મહેશભાઈએ જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટ થતા દુકાનમાં આગ લાગી હતી આગ લાગવાના કારણે દુકાનમાં રહેલ વરિયાળી અને ધાણા ને તો ખાસ નુકસાન નથી પહોંચ્યું પરંતુ પાણીનો મારો ચલાવવાના કારણે ધાણા અને વરીયાળી પલડી ગઈ છે.

- text