માળિયા (મિ.)ના બગસરા ગામે 108ની ટીમ દ્વારા ડેમોસ્ટ્રેશન અપાયું

- text


માળિયા (મિ.) : તાલુકાના બગસરા ગામે ઈમરજન્સી 108ની ટીમ દ્વારા ઈમરજન્સી અંગે ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. તારીખ 23 જૂનના રોજ બગસરા ગામે ઈમરજન્સી 108ની ટીમના EMT દિપેશભાઈ તથા પાયલટ દાઉદભાઈ દ્વારા ગ્રામજનોને 108નો ઈમરજન્સી સમયે ઉપયોગ થાય તે હેતુથી ડેમોસ્ટ્રેશન આપ્યું હતું. કોઈપણ ઈમરજન્સી આવે તો તુરંત જ 108માં કોલ કરવા ગ્રામજનોને જણાવાયું હતું. આ અંગે ગ્રામ પંચાયત ટીમને પણ માહિતી આપવામાં આવી હતી.

- text

- text