મોરબીમાં ધો-12ની પૂરક પરીક્ષામાં પ્રથમ દિવસે જ 89 વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


મોરબી : આજથી ધોરણ 12ની પૂરક પરીક્ષાઓ શરૂ થઇ ચુકી છે. મોરબીમાં પૂરક પરીક્ષામાં પ્રથમ દિવસે ભૌતિક વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર અને ભૂગોળમાં કુલ 536 જેટલા વિદ્યાર્થીઓ હતા જેમાંથી 89 જેટલાં વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

- text

આજથી ધોરણ 12ની શરૂ થયેલ પૂરક પરીક્ષામાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાથી એકંદરે વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનમાં કુલ 255 વિદ્યાર્થીઓ હતા જેમાંથી 56 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા અને સામાન્ય પ્રવાહમાં ભૂગોળમાં કુલ 24 વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં ઉપરાંત વાણિજ્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રમાં કુલ 257 વિદ્યાર્થીઓમાંથી 31 જેટલાં વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતા.

- text