જિલ્લા પંચાયત પ્રમુખે સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા 

- text


મોરબી : મોરબીમાં આજે તારીખ 23-6-2024 જુન રોજ સોઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા ડૉકટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને રાષ્ટ્રીય પોલીયો રવિવારની ઉજવણી કરતા બાળકોને પોલિયોના ટીપાં પીવડવામાં આવ્યા હતા.

સરકાર દ્વારા ભારતભરમા જૂન મહિનાના ચોથા રવિવારને પોલીયો રવિવારની ઉજવણી કરાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારધી અને વોર્ડ નં 4ના પૂર્વ કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, પૂર્વ કાઉન્સિલર ગીરીરાજસીહ ઝાલા, પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ, આંગણવાડી વર્કરની બહેનો, સોઓરડી વિસ્તારના બહેનોએ પોતાના બાળકોને પોલીયોના ટીપાં પીવડાવ્યા હતા.

- text

- text