મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીના કલાર્કની સિંગલ ઓર્ડરથી બદલી

- text


ગાંધીનગરથી તપાસ આવ્યા બાદ જિલ્લા કલેકટર આકરે પાણીએ

મોરબી : મોરબીની ગ્રામ્ય મામલતદાર કચેરી સહિત તમામ પ્રાંત કચેરીઓમાં અને કલેકટર કચેરીમાં લાંચિયા બાબુઓ વહીવટ વગર કામ ન કરતા હોવાના ગંભીર આરોપો સાથે ભાવપત્રકો મીડિયામાં ફરતા થયા બાદ ગાંધીનગરથી તપાસ આવતા જિલ્લા કલેકટરે તાત્કાલિક અસરથી મામલતદાર ગ્રામ્ય કચેરી મોરબીમાં ફરજ બજવતાં એક કલાર્કની સિંગલ ઓર્ડરથી બદલી કરી હોવાનું સામે આવ્યું છે.

- text

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી મામલતદાર ગ્રામ્યમાં કચેરી વિરુદ્ધ બેફામ આક્ષેપો અને અરજદારોના કામોમાં નાણાં લેવાતા હોવાના અહેવાલો પ્રસિદ્ધ થતા મામલતાર ગ્રામ્ય કચેરીમાં જમન ટેબલ ઉપર ફરજ બજાવતા ક્લાર્ક મેહુલભાઈ ભાટિયાની જિલ્લા કલેકટર દ્વારા સિંગલ ઓર્ડરથી માળીયા મિયાણા ખાતે બદલી કરી હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના મતે ગાંધીનગરની ટીમ દ્વારા ગ્રામ્ય મામલતદાર કચેરીમાં તપાસ કરવામાં આવ્યાને પગલે આ બદલી કરવામાં આવી હોવાનું તેમજ માળીયા(મી.) મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નરેન્દ્ર પટેલને મોરબી ગ્રામ્ય કચેરીમાં નિમણુંક કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સાથે જ હજુ અન્ય કર્મચારીઓની બદલીની પણ તૈયારી ચાલી રહી હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.

- text