મોરબીમાં સિવિલ હોસ્પિટલ ખાતે પોલિયો બુથનું ઉદઘાટન

- text


મોરબી : મોરબી જિલ્લામા પલ્સ પોલિયો કામગીરી અંતર્ગત આજે તારીખ 23-6-2024ના રોજ જિલ્લા કક્ષાનુ પોલિયો બુથ કામગીરીનું સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

આ ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક, RCHO,THO મોરબી અને જિલ્લા IEC અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે મોરબી જિલ્લામાં 631 બુથ ઉપર 0 થી 5 વર્ષ 1.23 લાખ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે.

- text

- text