હળવદનો બ્રાહ્મણી-2 ડેમ નર્મદાના નિરથી 70 ટકા ભરાયો, ગમે ત્યારે પાટિયા ખોલાશે

- text


ડેમના હેઠવાસના 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા

હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામ નજીક આવેલ શક્તિસાગર એટલે કે બ્રાહ્મણી -2 ડેમમાં હાલમાં નર્મદાના નિરની પુષ્કળ આવક હોય ડેમ 70 ટકા ભરાઈ જતા ડેમનું રુલ લેવલ જાળવવા ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવનાર હોવાથી ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, ટીકર અને માનગઢ ગામના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા ચેતવણી આપવામાં આવી છે.

- text

- text