હળવદમાં પરિણીતાના આપઘાતના બનાવમાં પતિ સહિત સસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ

- text


હળવદ : હળવદ શહેરમાં જ રહેતી પરણીતાએ ગુરૂવારના રોજ નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.બાદમાં પરણિતાની લાશ શુક્રવારે નર્મદા કેનાલમાંથી મળી આવી હતી.આ બનાવમાં મૃતકના પિતાએ પરણિતાને મરવા મજબૂર કરવા બદલ પતિ સહિતના સાસરીયાઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગત તારીખ 20-6-2024ના રોજ બપોરના 1:00 વાગ્યાની આસપાસ હળવદ શહેરમાં રહેતી મંજુલાબેન મનોજભાઈ પરમાર ઉંમર વર્ષ 26 હોટલ પરિશ્રમ પાછળથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં બે દિવસની શોધખોળ બાદ મહિલાની લાશ શુક્રવારે બપોરે કંસારીયા હનુમાનજી નજીકથી નર્મદા કેનાલમાંથી મળી આવી હતી.અને મૃતકની લાશનું ફોરેન્સિક પીએમ રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું.

- text

આ બનાવમાં મૃતક મંજુલાબેનના પિતા જયંતીભાઈ કાળુભાઈ રાઠોડ રહે રાવળીયાવદર તા-ધ્રાગધ્રાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમની દીકરીના સાસરિયાંઓ દ્રારા ચારિત્ર પર શંકા કરી મેણાટોણા મારી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી પતિ મનોજભાઈએ માર કૂટ કરી હોય જેથી મંજુલાબેન મરવા મજબૂર બન્યા હતા અને નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.જેથી પતિ મનોજભાઈ વાલજીભાઈ પરમાર,સસરા વાલજીભાઈ અરજણભાઈ પરમાર,જેઠ કેશાભાઈ વાલજીભાઈ પરમાર,સાસુ વાલીબેન વાલજીભાઈ પરમાર,નણંદ હંસાબેન વાલજીભાઈ પરમાર અને કૌટુંબિક જેઠ રાજુભાઈ કરસનભાઈ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.

- text