મોરબીમાં મેઘરાજાનું આગમન : લોકોમાં ખુશીની લહેર 

- text


અસહ્ય બફારા બાદ વરસાદ શરૂ થયો

મોરબી : મોરબી પંથકમાં લોકો જેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજાનું આગમન થતાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. રવિવારની સાંજે મેઘરાજાએ ધીમી ધારે પોતાનું હેત વરસાવવાનું શરુ કર્યું હતું. જ્યારે અમુક ગ્રામ્ય વિસ્તારોમા પણ વરસાદનું આગમન થયું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે સાંજે 5 વાગ્યા બાદ મોરબીમાં મેઘરાજાની સવારી વરસાદ સાથે આવી પોહચી હતી. મોરબી શહેરમાં વરસાદથી ઝાપટાંથી ગરમીમાં રાહતની અપેક્ષા લોકોએ વ્યકત કરી હતી. મોરબી શહેરની સાથે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમા પણ વરસાદ શરૂ થયો હતો. મોરબી શહેરમાં શરૂઆતમાં ધીમીધારે બાદમાં સારો એવો વરસાદ શરૂ થયો હતો. લોકો લાંબા સમયથી વરસાદની રાહમાં હતા ત્યારે આજે વરસાદના આગમનથી લોકોના ચહેરાઓ પર ખુશી જોવા મળી હતી હતી. જોકે લોકો મેઘરાજા પાસે છૂટાછવાયા નહિ પણ એકધારો સારો વરસાદ પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

જ્યારે રાબેતામુજબ મોરબીમાં વરસાદ શરૂ થતાની સાથે જ શહેરના અમુક વિસ્તારોમા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

- text

- text