મોરબીના બેલા નજીક શાકભાજીનો ધંધાર્થી ૨૦૪ બોટલ સાથે ઝડપાયો

- text


મોરબી ક્રાઈમ બ્રાન્ચે પાડેલો દરોડો સફળ, એકનું નામ ખુલ્યું

મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમા સ્કોટો સીરામીકની સામે બાવળની ઝાડીમાંથી શાકભાજીના ધંધાર્થીએ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીને આધારે મોરબી ક્રાઇમબ્રાન્ચે દરોડો પાડી રૂપિયા ૬૨,૨૦૦ની કિંમતની ૨૦૪ બોટલ સાથે આરોપીને દબોચી લઈ અન્ય એક આરોપીનું નામ ખોલવવામાં સફળતા મેળવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ પીએસઆઇ કે.એચ.ભોચીયા, એસ.આઇ.પટેલ તથા એલસીબી અને પેરોલફર્લો સ્કવોડના સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ નિરવભાઇ મકવાણા તથા કોન્સ્ટેબલ દશરથસિંહ પરમારને મળેલ બાતમીને આધારે બેલા ગામથી ખોખરા હનુમાન મંદિર જવાના રસ્તે, પોલો સર્કલથી આગળ, સ્કોટો સીરામીકની સામે દરોડો પાડતા શાકભાજીનો ધંધાર્થી સાગર દેવજીભાઇ પંચાસરા રહે,બેલા ગામ વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૦૪ બોટલ કિંમત રૂપિયા ૬૧,૨૦૦ તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૫૦૦૦ મળી કુલ રૂપિયા ૬૬,૨૦૦નો મુદામાલ મળી આવ્યો હતો.

- text

વધુમાં પોલીસના હાથે પકડાયેલ આરોપી સાગર દેવજીભાઇ પંચાસરાએ દારૂના આ ધંધામાં આરોપી વસંત કાનજીભાઇ વાણીયા રહે.પીપળી ગામ, તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળાની કબૂલાત આપતા એલસીબી પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text