માળીયા(મી)ના હરિપર ગામે ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાયો 

- text


માળીયા : દેવ સોલ્ટ પ્રા. લી., દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન અને મોરબીની શ્રી હરિ હોસ્પિટલના સયુંકત ઉપક્રમે માળીયા(મી) તાલુકાના હરિપર ગામ ખાતે આજે તારીખ 23-6-2024ને રવિવારના રોજ ફ્રી મેગા મેડિકલ કેમ્પ તથા નિ:શુલ્ક દવા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

રણ વિસ્તારમાં રહેતા અગરિયા તેમજ ગ્રામજનો માટે યોજાયેલા આ ફ્રી મેગા કેમ્પમાં 150થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ ફ્રી મેગા મેડિકલ કેમ્પને સફર બનાવવા કંપનીના અધિકારી વિવેક ધ્રુણા અને રમજાન જેડાના માર્ગદર્શન હેઠળ રવિ ડાંગર, કુલદીપ બોરીચા અને આનંદ ડાંગરે જહેમત ઉઠાવી હતી.

- text

- text