આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર અને યોગી વિદ્યાલય- મોરબી દ્વારા યોગ દિવસ ઉજવાયો

- text


મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાાન કેન્દ્ર- મોરબી તથા યોગી વિદ્યાલય- મોરબીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગી વિદ્યાલયના ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને શરીર માટે યોગના ફાયદા વિશે તેમજ પ્રેક્ટિકલ કરી ડો. હેમાબેન એમ. કલસરિયા (આયુષ હોસ્પિટલ, મેડિકલ ઓફિસર) તથા મણિનગર સાયન્સ કોલેજના પ્રોફેસર ડો. બી. એમ. શર્મા દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. જેમાં “આર્યભટ્ટ” લોક વિજ્ઞાાન કેન્દ્ર- મોરબીના જિલ્લા કો-ઓર્ડિનેટર દિપેન ભટ્ટ દ્વારા મુખ્ય અતિથિ વિશેષનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળા સંચાલક રેમિનભાઈ ભગલાણી તેમજ શાળા પરિવાર તરફથી જીતુભાઈ તેમજ અનિલભાઈ અને તમામ સ્ટાફ મિત્રોએ અતિથિ વિશેષ અને વિજ્ઞાન કેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ સમગ્ર સ્ટાફે આ આયોજનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેવી માહિતી “આર્યભટ્ટ” લોક વિજ્ઞાાન કેન્દ્ર- મોરબીના સંચાલક એલ. એમ. ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી.

- text

- text