તમારા જમાઈનું ઉપરાણું શા માટે લ્યો છો ? હળવદના રાતભેરમાં પરિવાર ઉપર હુમલો

- text


ચાર શખ્સોએ પરિવારના બે મહિલા સહિત ચારને માર માર્યો

હળવદ : હળવદ તાલુકાના રાતાભેર ગામે જમાઈનું ઉપરાણું શુ કામ લ્યો છો કહી ચાર શખ્સોએ હુમલો કરી એક જ પરિવારના બે મહિલા સહિત ચાર ઉપર હુમલો કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા પ્રફુલભાઈ જેસિંગભાઈ કેરવાડિયાએ આરોપી રાજુ દિલીપભાઈ ઇંદરિયા, અશ્વિન ઓધવજીભાઈ ઈંદરિયા, જેમાભાઈ રૂપાભાઈ ઈંદરિયા અને જગદીશ ઉર્ફે બહુરૂપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપીઓએ તેમની પાસે આવી કહ્યું હતું કે તું અને તારા બાપા તમારા જમાઈ સંજયનું ઉપરાણું લઈ કેમ અમારી સાથે લપ કરી હતી તેમ કહી ગાળો બોલી માથામાં ધારીયું મારી દઈ સાહેદ જેશીંગભાઈ, દૂધીબેન અને વનિતાબેને પણ માર મારી ઇજાઓ પહોંચડતા ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text