હદ છે ! સ્મશાન માટે ફાળવેલી જમીનમાં ખેતી !

- text


મોરબીના ઘૂળકોટ ગામે સામે આવેલી ઘટના

મોરબી : મોરબી તાલુકાના ધૂળકોટ ગામે અનુસૂચિત જાતિ સમાજના સ્મશાન માટે સરકારે ફાળવેલી જમીન ઉપર એક શખ્સ દ્વારા ખેતી કરી સ્મશાનની જગ્યા ખાલી કરવામાં ન આવતા આ મામલે એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ દાખલ લરવામાં આવી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ધૂળકોટ ગામે અનુસૂચિત જાતિ સમાજના સ્મશાન માટે સરકારે ફાળવેલી જમીન ઉપર આરોપી દિપુ દામજીભાઈ ચાવડા નામનો શખ્સ ખેતી કરતો હોવાથી આ જમીન ખાલી નહિ કરતા બનાવ મામલે ફરિયાદી વિનોદભાઈ મગનભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text