મોરબીમાં લાયન્સનગરમાં મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, બે શખ્સોની ધરપકડ

- text


રૂ.૧.૬૭ લાખનો સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ

મોરબી : મોરબીમાં લાયન્સનગર રહેણાંક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો એલસીબી અને બી ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી બે આરોપીઓને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.૧.૯૬ લાખના મુદામાલ સાથે પકડી પાડયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઇકાલે તા.૨૧ના રોજ ફરીયાદી જયેશભાઈ દલપતભાઈ પરમાર રહે. વીશીપરા, લાયન્સનગર નવલખીરોડ, વાળાએ મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.માં ફરીયાદ જાહેર કરેલ કે, ગઇ તા.૨૦ના રાત્રીથી સવાર દરમિયાન પોતાના રહેણંક મકાને પરિવાર સાથે નીચેના રૂમને તાળુ મારી ઉપરના માળે સુતા હતા. તે દરમિયાન સોના ચાંદીના દાગીના તથા પાકીટ તેમજ રોકડા રૂ.૮૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૬૭,૩૦૦/- ના મતાની ચોરી થઈ હતી.

તપાસ દરમિયાન હકિકત મળેલ કે આ ગુનો આચરનાર અલ્યાસ ઉર્ફે ભીમો હુસેનભાઈ સુમરા રહે મોરબી વીશીપરા, હૈદર કરીમભાઈ ભટ્ટી રહે. રણછોડનગરવાળા હાલ મોરબી વીસીફાટક પાસે મોટર સાયકલ સાથે ઉભેલ હોય બન્નેને મોરબી એલ.સી.બી. કચેરી આતે લાવી પુછપરછ કરતા આ ગુનાની તેઓએ કબૂલાત આપતા ગુનામાં વપરાયેલ મોટર સાયકલ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂ. ૧,૯૬,૫૦૦/- નો મુદામાલ કબજે કરી સીટી બી ડીવીઝન પો.સ્ટે.ને સોપવામાં આવેલ છે.

- text

આ કામગીરીમાં એમ. પી. પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., એન.એ. વસાવા પો.ઇન્સ મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. તથા PSI એસ.આઈ.પટેલ., કે. એચ. ભોચીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો તથા મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના HC ભરતભાઈ જીલરીયા, વિજયભાઇ ચાવડા, PC શકિતસિંહ જાડેજા, પ્રદિપસિંહ ઝાલા જોડાયેલ હતા.

- text