હળવદના ઘણાદ પાસે બોલેરો જીપ પલ્ટી ખાઇ જતાં નવ ઈજાગ્રસ્ત

- text


ટંકારાનો પરિવાર રણમાં વચ્છરાજ દાદાના દર્શને ગયો હતો,પરત ફરતી વેળાએ નડ્યો અકસ્માત

હળવદ : હળવદ તાલુકાના ઘણાદ ગામ નજીક આજે બપોરના સમયે રણમાં આવેલ વચ્છરાજદાદાના દર્શન કરી પરત ટંકારા આવી રહેલ પરિવારને અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં બોલેરો પીકપમાં સવાર નવ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા પ્રથમ હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા છે.

બનાવની જાણ મળતી વિગતો મુજબ કચ્છના નાના રણમાં આવેલ વચ્છરાજ દાદાના દર્શન કરવા માટે ટંકારા ખાતે રહેતો પરિવાર બોલેરો પીકપ લઈને આજે ગયો હતો.પરિવારજનો દર્શન કર્યા બાદ પરત ટંકારા જવા નીકળ્યા હતા ત્યારે હળવદ તાલુકાના ઘણાદ ગામ નજીક બોલેરો ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા બોલેરો પીકપ પલટી ખાઈ ગઈ હતી.જેથી તેમાં સવાર કુલ 15 વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ છે જ્યારે નવ વ્યક્તિઓને વધુ ઈજા થતા પ્રથમ હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા છે.

- text

ઈજાગ્રસ્તોના નામ

રામજીભાઈ હેમુભાઇ ઉંમર વર્ષ 45, મંજુબેન રામજીભાઈ ઉંમર વર્ષ 45, છાયાબેન પુંજાભાઈ ઉંમર વર્ષ 35, શિવાનીબેન ધનાભાઈ ઉંમર વર્ષ 8, નેહાબેન પુંજાભાઈ ઉંમર વર્ષ 13, કમલેશભાઈ ધનાભાઈ ઉંમર વર્ષ 10, રેખાબેન ધનાભાઈ ઉંમર વર્ષ 35, ભાઈલાલભાઈ અરજણભાઈ ઉંમર વર્ષ 45,અનિલભાઈ ભાઈલાલભાઈ ઉંમર વર્ષ 19 રહે બધા ટંકારાનો સમાવેશ થાય છે જ્યારે છ જેટલા વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી.

- text