મોરબી : લોક અદાલતમાં 4610 કેસોનો નિકાલ, રૂ.21.61 કરોડનું સેટલમેન્ટ

- text


મોરબી : મોરબી જિલ્લાની લોક અદાલતમાં 11565 કેસોમાંથી 4610 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.આ સાથે રૂ.21.61 કરોડનું સેટલમેન્ટ થયું છે.

પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ અને સમાધાન અર્થે આયોજીત લોક અદાલતમાં કુલ 11565 કેસ રાખવામા આવેલ હતા. તેમાંથી લોક અદાલતમાં કુલ 4610 કેસનો નિકાલ થયેલ છે. પ્રી- લીટીગેશનના કેસ, પ્રોહિબિશન કેસો, જમીન – મિલકતના કેસ, ચેક રીટર્નના કેસ, ફેમિલી તકરારના કેસ, વાહન અકસ્માતના કેસ તેમજ ટ્રાફીકને લગતા ઈ – ચલણના કેસો રાખવામા આવેલ હતા. આ વેળાએ રૂ.21,61,02,288/-નું સેટલમેન્ટ કરવામાં આવેલ છે.

- text

- text