મોરબીમાં પ્રધાન મંત્રી કૌશલ કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ

- text


મોરબી : મોરબીના જિલ્લા કક્ષાના સરકાર માન્ય નિઃશુલ્ક તાલીમ કેન્દ્ર પ્રધાન મંત્રી કૌશલ કેન્દ્ર રવાપર રોડ ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રના સ્ટાફ અને તાલીમાર્થીઓ દ્વારા યોગના વિવિધ આસનો કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં યોગા ટ્રેનર આરતી રત્નાણી, ક્રિષ્ના ગોસ્વામી તથા વર્ષા દેગામાના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફ મેમ્બર સહિત તાલીમાર્થીઓ દ્વારા યોગાના આસનોનો અભ્યાસ તથા ઉપયોગિતા અંગે માહિતી મેળવીને નિયમિત યોગા કરવા સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા.

- text

આ ઉજવણીમાં સહભાગી થયેલા તમામને ડિજિટલ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રધાન મંત્રી કૌશલ કેન્દ્ર ખાતે અત્યાધુનિક પદ્ધતિઓ દ્વારા અગત્યના તાલીમ કોર્સ સરકાર માન્ય સર્ટિફિકેટ સહિત નિ:શુલ્ક આપવામાં આવે છે.

- text