મોરબીના અદેપર ગામે ખાણમાં કોઈ હરામી શખ્સો ઝેરી દવા નાખી ગયા : માછલાંઓના મોત

- text


મોરબી : મોરબીના અદેપર ગામ ખાતે આવેલા ખાણમાં કોઈ હરામી શખ્સો ઝેરી દવા નાખી જતા તળાવમાં રહેલ માછલીઓના ટપોટપ મૃત્યુ નીપજયા હતા બનાવ અંગે અદેપર ગ્રામ પંચાયત દ્વારા કડક હાથે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ આજરોજ મોરબીના અદેપર ગામે ની ખાણમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઝેરી દવા નાખવામાં આવતા માછલીઓ મરી જતા પાણી દૂષિત થઇ ગયેલ છે. હાલમાં અદેપર ગામના લોકો બહારથી પાણી મંગાવવું પડતું હોય અદેપર ગામના લોકો ને હાલાકી નો સામનો કરવો પડે છે. આ સંજોગોમાં અજાણ્યા વ્યક્તિ સામે પગલાં લેવા અદેપર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માંગ કરવામાં આવી છે.

- text

- text